Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરચેક રિર્ટનના બે કેસમાં એક-એક વર્ષની સજા

ચેક રિર્ટનના બે કેસમાં એક-એક વર્ષની સજા

બન્ને કેસમાં કુલ એક કરોડ વીસ લાખનો દંડ ફરમાવતી અદાલત

જામનગર બ્રાસ પાર્ટના વેપારીઓને ચેક રિર્ટનના બે કેસોમાં અલગ-અલગ 1-1 વર્ષની જેલ સજા થતાં બન્ને કેસોમાં ચેકની બમણી રકમ રૂપિયા એક કરોડ વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં રાજદીપ ઇન્ડસ્ટ્રીઝના નામથી ભાગીદારી પેઢી ચલાવતા રાજેશ ગોરધનભાઇ નંદાએ જામનગરમાં ધૈર્ય ઓવરસીઝના નામથી ભાગીદારી પેઢી ચલાવતાં કેતુલ દિનેશભાઇ ચાંગાણી તથા અંકિત દિનેશભાઇ ચાંગાણી સામે જામનગરની અદાલતાં બે અલગ-અલગ ચેક રિટર્ન અન્વયે ફરિયાદ દાખલ કરી હતી. તેમાની એક ફરિયાદ 49 લાખ તથા બીજી ફરિયાદ 11 લાખના ચેક રિટર્ન અંગે હતી. બન્ને ફરિયાદના ચેકો અંગે ફરિયાદીએ જામનગરની સિવિલ કોર્ટમાં સમરી દાવા પણ કર્યા હતા.

આ કેસમાં ફરિયાદ પક્ષની દલિલ તથા વકીલે રજૂ કરેલ અદાલતના ચૂકાદાઓ ધ્યાને લઇ ફરિયાદીની ફરિયાદ સાબિત થયાનું માની અદાલત દ્વારા બન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવી એક-એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ એક કરોડ વીસ લાખનો દંડ ફટકાર્યો છે. સિવિલ કોર્ટે પણ ફરિયાદીની હકિકત ધ્યાને લઇ સમરી દાવો પણ રાજેશ નંદાની તરફેણમાં મંજૂર કયો છે. આ કેસમાં ફરિયાદી તરફે હેમલભાઇ ચોટાઇ તથા વી.એચ. બક્ષી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular