જામનગરમાં ઉછીના લીધા નાણાંની પરત ચૂકવણી માટે આપવામાં આવેલા ચેક બેંકમાંથી પરત ફરતાં અદાલતમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની જેલ સજા અને ચેકની રકમથી દોઢ ગણી રકમના દંડનો હુકમ કર્યો છે.
જામનગરમાં આર્ય સમાજ માર્ગે ગુલાબ બાગ વિસ્તારમા રહેતા અને એકાઉન્ટનું કામ સંભાળતા નિલેશ જગદીશભાઈ છાપિયા પાસેથી તેમના પરિચિત એવા લાલવાડી માર્ગે રહેતા હેમત વાલજીભાઈ સાવરીયાએ રૂ. 2 લાખ 40 હજારની રકમ હાથ ઉછીની લીધી હતી. જેની પરત ચુકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો જે ચેક બેંકમાંથી રીટર્ન થતા ફરિયાદી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં એડી.ચીફ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ખાંનચંદાણીએ આરોપી હેમત સાવરિયાને એક વર્ષની જેલ સજા અને ચેકથી દોઢ ગણી રકમ એટલે કે રૂ.3 લાખ 60 હજારનો દંડ ફટકાર્યો છે અને તે રકમ ફરિયાદી ને ચૂકવી આપવા નો હુકમ કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અશોક ગાંધી, નિલેશ અંકલેશ્વરીયા અને નમ્રતા વાદી રોકાયા હતા.