Monday, June 17, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

જામનગર મુકામે રવીન્દ્રસિંહ નાનભા જાડેજા પાસેથી સુમિત સુરેશભાઇ રાજયગુરૂએ સંબંધદાવે હાથ ઉછીના રૂા. 1,30,000 લીધા હતા. જે રમની પરત ચુકવણી માટે સુમિત રાજયગુરૂ દ્વારા પોતાના દેના બેંક પટેલ કોલોની જામનગર શાખાનો રૂા. 1,30,000નો ચેક આપ્યો હતો. જે ચેક રવીન્દ્રસિંહે પોતાના બેંક ખાતામાં કલીયરીંગ માટે રજુ કરતા ફંડસ ઇન્સફીશીર્યટના શેરા સાથે પરત ફરતા રવીન્દ્રસિંહે પોતાના વકીલ મારફત નોટિસ આપી હતી. તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા રવીન્દ્રસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર એડિશનલ ઓફ જયુડિીયશલ મેજીસ્ટ્રેટ એન.એન.પાથર અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી સુમિત સુરેશભાઇ રાજયગુરૂને એક વરસની સાદી કેદની સજા તથા ફરિયાદી રવીન્દ્રસિંહને રૂા. 1,30,000 વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. વળતરની રકમ આરોપી 30 દિવસમાં જમા ન કરીને તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
ફરિયાદી તરીકે વકીલ મિતેશ એેલ. પટેલ, મનીલાલ કાલસરીયા, જયદિપસિંહ જાડેજા, હરિભાઇ, ગૌરાંગ મુંજપરા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular