Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

ચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

જામનગરના વેપારી જીગ્નેશભાઇ ચંદ્રકાંત માલણ પાસેથી નાનજી છગનભાઇ મકવાણાએ મિત્રદાવે રૂા. 5,00,000 લીધા હતા અને આ રકમની ચૂકવણી પેટે યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા-જામનગર બ્રાંચનો ચેક રૂા. 5,00,000નો આપ્યો હતો. આ ચેક વસુલાત માટે ફરિયાદી જીગ્નેશભાઇ દ્વારા પોતાની બેંકમાં રજૂ કરતાં ચેક રિર્ટન થતાં ફરિયાદીએ પોતાના વકીલ મારફત કાનૂની નોટીસ મોકલેલ હતી. આમ છતાં નાનજીભાઇ દ્વારા રૂપિયા પરત ન આપતા જામનગરની અદાલતમાંથી ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ કેસ કર્યો હતો. આ કેસમાં અવાર-નવાર વોરંટ રદ્ કરાવવા છતાં કોર્ટમાં આરોપી નાનજીભાઇ હાજર નહીં રહેતા આ કામમાં કોર્ટ દ્વારા કેસ ચાલી આરોપી નાનજીભાઇ છગનભાઇ મકવાણાને ચેકની રકમનો બમણો દંડ રૂા. 10,00,000 તથા એક વર્ષની કેદની સજાનો હુકમ કરેલ છે અને સજાનું વોરંટ બજવવા જિલ્લા પોલીસ અધિક્ષકને મોકલવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે જામનગરના ધારાશાસ્ત્રી ક્રિપાલસિંહ આર. જાડેજા તથા કુલદીપસિંહ પી. ચૌહાણ તથા રાહુલ એમ. મકવાણા રોકાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular