Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની જેલ સજા અને દંડ

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની જેલ સજા અને દંડ

- Advertisement -

જામનગરના જગદીશ કલ્યાણજીભાઇ ચંદ્રેશાએ તમેના મિત્ર કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા તે કિશોર ઓટો સર્વિસના માલિકને મિત્ર સંબંધ દાવે તેમની અંગત જરુરીયાત અર્થે રૂા. 3,00,000 હાથ ઉછીના આપ્યા હતાં. સમય જતાં જગદીશભાઇ ચંદ્રેશાએ આ રકમની માગણી કરતાં કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરાએ ઉછીના લીધેલ નાણાં પરત ચૂકવવા ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં જગદીશ કલ્યાણજીભાઇ ચંદ્રેશા એ કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા વિરુધ્ધ જામનગર મે. ચીફ જ્યુ. મેજી. સમક્ષ ધી નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇઓ તળે ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી. આ ફરિયાદ ચાલતા કોર્ટે આરોપી કિશોરભાઇ ગોપાલભાઇ સોનગરા તે કિશોર ઓટો સર્વિસના માલિકને એક વર્ષની કેદ તથા ત્રણ લાખ દંડની રકમનો હુકમ કરેલ છે. આ કામમાં ફરિયાદી તરફેથી જામનગરના જાણીતા વકીલ મણિલાલ જી. કાલસરીયા, મિતેષ એલ. પટેલ, હજીવન એમ. ધામેલીયા તથા ગૌરાંગ જી. મુંજપરા અને જે.વી. જાડેજા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular