જામનગર-રાજકોટ બાયપાસ રોડ કર્મચારીનગર પાસે ગત તા.24 ના રોજ થયેલા અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ગત તા. 24 જુનના રોજ જામનગર-રાજકોટ બાયપાસ રોડ કર્મચારીનગર પાસે રૈયાભાઈ મુંગરા રોડ ક્રોસ કરી ઉભા હતાં ત્યારે લાલપુર ચોકડી તરફથી આવતા મોટરસાઈકલના ચાલકે મરણજનાર રૈયાભાઈને હડફેટે લેતા માથામાં તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.10 જુલાઈના રોજ તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મુકેશભાઇ મુંગરા દ્વારા પોલીસને જાણ કરાતા પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફ દ્વારા અજાણ્યા મોટરસાઈકલચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.