Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયએક દેશ, એક ચૂંટણી

એક દેશ, એક ચૂંટણી

- Advertisement -

કેન્દ્રએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરી

18 સપ્ટેમ્બરથી યોજાનારા સંસદના વિશેષ સત્રમાં સરકાર લાવી શકે છે બિલ

એક થઇ રહેલાં વિપક્ષો માટે મોદી સરકારે વધારી મુશ્કેલી

લોકસભા 2024ની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા એક તરફ જ્યાં તમામ વિપક્ષી દળો એકજૂટ થઈ ગયા છે અને તેમણે ઇન્ડિયા ગઠબંધનની રચના કરી દીધી છે ત્યાં મોદી સરકારે તેમની મુશ્કેલી વધારવા માટે વધુ એક પગલું ભરવાની તૈયારી કરી લીધી હોય તેમ મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર મોટો નિર્ણય કરતા એક દેશ, એક ચૂંટણી માટે સમિતિની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું છે.

- Advertisement -

આ સમિતિ તમામ કાનૂની પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લોકોનો અભિપ્રાય મેળવશે. આ સમિતિમાં કયા કયા સભ્યોને સામેલ કરાશે તે અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ લાવી શકે છે. વન નેશન વન ઈલેક્શનનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular