Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં કરોડોની છેતરપિંડી પ્રકરણમાં વધુ એક શખ્સની ધરપકડ

જામનગરમાં કરોડોની છેતરપિંડી પ્રકરણમાં વધુ એક શખ્સની ધરપકડ

નાઇઝીરીયન ગેંગ દ્વારા બોગસ પેઢીના નામે સરકાર સાથે વિશ્વાસઘાત : કરોડોના બેનામી વ્યવહારો પ્રકરણમાં ગોકુલનગરના શખ્સને દબોચ્યો

- Advertisement -

જામનગર શહેરમાં રહેતા બે શખ્સો દ્વારા જુદી-જુદી બેંકોમાં બોગસ પેઢીના નામે સાત કરોડનો વ્યવહાર કરી સરકાર સાથે વિશ્વાસઘાત કરવાના બનાવમાં પોલીસે નાઈઝીરીયન સહિત 6 શખ્સોની ધરપકડ કરી હતી તેમજ આ પ્રકરણમાં ગોકુલનગરમાં મેડીકલ સ્ટોર ચલાવતા શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત ડિસેમ્બર 2021 માં જામનગર શહેરમાં રહેતાં મોહિત ઉર્ફે વિવેક પરમાર અને જતિન પાલા નામના બે શખ્સોના રહેણાંક મકાન પરથી પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફે રેઈડ દરમિયાન એકસીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, યશ બેંકના જુદી-જુદી વ્યકિતઓના નામના 30 નંગ એટીએમ-ડેબિટ કાર્ડ અને 29 ચેકબુક તથા બે રબર સ્ટેમ્પ અને મોબાઇલ તેમજ 6 સીમકાર્ડ મળી આવ્યાં હતાં. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં તપાસ દરમિયાન બે મહિનામાં જુદી – જુદી બોગસ પેઢીના નામ સાત કરોડનું ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું અને ટેકસના નાણાં બચાવવા આંગડિયા પેઢી દ્વારા આ રકમ નાઈઝીરીય નાગરિક મૂળ બી-63 અજા હાઉસીંગ લાઈન, લાગોસ્ટ સ્ટેટ નાઇઝીરિયાના રાફેલ અડેડયો ઈન્કા (ઉ.વ.38) (રહે. ફલેટ નં.1301, ગેલેકસી ઓરિયન સેકટર-35, ખારધર, નવી મુંબઇ) નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. કરોડોના વ્યવહારો કરી બે હિસાબી નાણાં ટ્રાન્સફર કરી સરકાર સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરવાના નાઈઝીરિયન ગેંગના ઉત્તરપ્રદેશના મેનપુરી જીલ્લાના ભોગાવ તાલુકાના અર્જુનપુર ગામના વતની મલખાનસિંગ રાજબહાદુરસિંગ ચૌહાણ નામના શખ્સને દબોચી લીધો હતો.

આ પ્રકરણમાં પીએસઆઇ આર.ડી. ગોહિલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.એલ. ગાધેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોહિલ તથા હેકો સુખદેવસિંહ જાડેજા, અશોક સિંહલા સહિતના સ્ટાફે ગોકુલનગર વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં રહેતાં અને મેડીકલ સ્ટોર ચલાવતા પિયુષ ડાયા કુડેચા નામના શખ્સને ઝડપી લઇ વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular