Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી વધુ એક ભૃણ મળી આવતા અરેરાટી

જામનગર શહેરમાંથી વધુ એક ભૃણ મળી આવતા અરેરાટી

- Advertisement -

જામનગર શહેરમાં નવજાત શીશુને તરછોડી દેનારી ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. હાલમાં જ નિર્દયી માતાએ નવજાત શીશુની હત્યા નિપજાવી તરછોડી દીધાની ઘટનાએ શહેરને હચમચાવી દીધું હતું. આ ઘટનાના થોડા દિવસો બાદ જ જી. જી. હોસ્પિટલ પાછળની ગટરમાંથી ભૃણ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આધુનિક યુગમાં બાળકને જન્મ આપી નિર્દયી બનેલી માતાઓ દ્વારા નવજાત શિશુને તરછોડી દેવાની ઘટનાઓ જામનગર શહેર અને જિલ્લામાં થોડા સમયથી ચિંતાજનક રીતે વધી રહી છે. થોડા દિવસ અગાઉ જ નવજાત શિશુને નિર્દયી રીતે હત્યા નિપજાવી તરછોડી દેવાની ઘટનામાં જન્મ આપનાર માતાની પોલીસે ધરપકડ કરી તપાસ આરંભી હતી. આ ઘટનાના થોડા દિવસો બાદ જ વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં જી. જી. હોસ્પિટલમાં સબરીઘર પાસે આવેલા શૌચાલય નજીકથી રવિવારે સવારના સમયે સફાઈ કર્મચારીને નવજાત શિશુ નઝરે પડતા આ અંગેની જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગટરમાંથી ભૃણને બહાર કાઢી તપાસ આરંભી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં અધુરા માસે જન્મેલા ભૃણને અજાણી મહિલા તરછોડી ગઈ હોવાની આશંકાએ પોલીસે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular