ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વાડી વિસ્તારમાં રહેતા મહોબતસિંહ પ્રતાપસિંહ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધના પરિવારજનો ગામમાં આવેલા માતાજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં ગયા હતા. પાછળથી વાડીના કુવા પાસે આવેલા ટ્રાન્સફોર્મર સાથેના વીજપોલના તાણીયાને અડકી જતાં તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર મહાવીરસિંહ મહોબતસિંહ રાઠોડે અહીંની પોલીસને કરી છે.