જામનગર એસઓજી એ ઢોરને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરીના વધુ એક ફરારી આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ઢોરને આપવાના ઈન્જેકશન બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. આ કેસનો આરોપી સામત હરદાસ ગોજિયા ફરાર હોય આ અંગે એસઓજીના અરજણભાઈ કોડિયાતર, રમેશભાઈ ચાવડા તથા મયુદ્દીનભાઈ સૈયદને આરોપી અંગે મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી તથા એસઓજીના પીઆઈ આર.વી. વીંછીના માર્ગદર્શન મુજબ આરોપી સામત હરદાસ ગોજિયા (ઉ.વ.40) ને કેશવ હોટલથી આગળ રોડ ઉપર ઉભો હોય ત્યાંથી ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં આરોપી વિરુધ્ધ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બનાવટી ઈન્જેકશન બાબતે ગુનો દાખલ થયો હોવાની કેફીયત આપી હતી.