Friday, December 5, 2025
Homeહવામાનમોટી બાણુંગારમાં ધીમીધારે બે ઇંચ અને જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ

મોટી બાણુંગારમાં ધીમીધારે બે ઇંચ અને જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ

ફલ્લા અને બાલંભામાં દોઢ-દોઢ ઇંચ : જોડિયામાં અડધો ઇંચ : ધ્રોલ અને લાલપુરમાં સામાન્ય ઝાપટા : કાલાવડ અને લાલપુર કોરાધાકોડ

જામનગર જિલ્લામાં મેઘસવારી અવિરત રહેતાં શહેરમાં ધીમીધારે વધુ એક ઇંચ પાણી આકાશમાંથી વરસાવ્યું હતું. જ્યારે તાલુકાના મોટી બાણુંગારમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ફલ્લા અને બાલંભામાં દોઢ-દોઢ ઇંચ પાણી પડયાના અહેવાલ છે. જોડિયામાં વધુ અડધો ઇંચ, ધ્રોલ તથા લાલપુરમાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા.

- Advertisement -

આ વરસે જામનગર સહિત રાજ્યમાં સમયસર ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યભરમાં ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ પડી ગયો છે. રાજ્યની સાથે સાથે જામનગર શહેર-જિલ્લામાં પણ સમયસર ચોમાસુ શરૂ થઇ ગયું છે. પ્રથમ વરસાદમાં જ વાવણીલાયક પાણી આકાશમાંથી વરસતા ખેડૂતોએ પણ રાહત અનુભવી હતી. ચોમાસુ સારૂ જવાની આશા સેવાઇ રહી છે. દરમ્યાન છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર શહેરમાં ધીમીધારે વધુ એક ઇંચ પાણી આકાશમાંથી વરસી ગયું હતું. જ્યારે જોડિયામાં છૂટાછવાયા ઝાપટારૂપે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધ્રોલ પંથકમાં છૂટાછવાયા ઝાપટા પડયા હતા. લાલપુરમાં માત્ર સામાન્ય છાંટા પડયાના અહેવાલ છે. જામજોધપુર અને કાલાવડ તાલુકા કોરાધાકોડ રહ્યાં હતાં.

જામનગર શહેરની સાથે સાથે તાલુકાના મોટી બાણુંગાર ગામમાં પણ ધીમીધારે બે ઇંચ પાણી વરસી ગયું હતું. જ્યારે ફલ્લા તથા જોડિયા તાલુકાના બાલંભામાં વધુ દોઢ ઇંચ પાણી પડયું હતું. જોડિયા તાલુકાના પીઠડ, જામનગર તાલુકાનું મોટી ભલસાણ, લાખાબાવળ, ધ્રોલ તાલુકાનું લતીપર ગામમાં ધીમીધારે અડધો ઇંચ પાણી વરસ્યું હતું. હડિયાણા, પરડવા, ભલસાણ બેરાજા, શેઠવડાળા, ધુનડા, વસઇ, પીપરટોડા, પડાણા, ભણગોર, મોટા ખડબા અને મોડપરમાં સામાન્ય છાંટા પડયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular