Monday, December 23, 2024
Homeરાજ્યહાલારભાણવડ નજીક બાઇક અકસ્માતમાં દંપતિ ખંડિત

ભાણવડ નજીક બાઇક અકસ્માતમાં દંપતિ ખંડિત

- Advertisement -

ભાણવડ તાલુકાના દુધાળા ગામમાં રહેતા વૃદ્ધ તેની પત્ની સાથે બાઈક પર જતા હતા તે દરમિયાન સામેથી આવતા બાઈકે ઠોકર મારતા અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે વૃધ્ધાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ ભાણવડ તાબેના દુધાળા સીમ વિસ્તારમાં રહેતા ધનજીભાઈ નથુભાઈ સોલંકી નામના 60 વર્ષના વૃદ્ધ તેમના પત્નીને સાથે લઈને તેમના જીજે-10-બીકે-8460 નંબરના મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા. ત્યારે દુધાળાથી મોરાણા ગામ તરફ જતા રસ્તે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 કે. 8734 નંબરના મોટરસાયકલના ચાલક પરબત હરજી નનેરાએ પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, ધનજીભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

આ અકસ્માતમાં ધનજીભાઈને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને પણ નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ. 32, રહે. દુધાળા) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે પરબત હરજી સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. ડી.જે. ઓડેદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular