જામનગર શહેરમાં જકાતનાકા સર્કલ નજીક ગત રાત્રિના સમયે મોપેડ અને બાઈક સામસામા અથડાતા અકસ્માતમાં ઘવાયેલા બે વ્યક્તિઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં એક વ્યક્તિનું સારાવર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં જકાતનાકા સર્કલ થી ઈન્દીરામાર્ગ તરફના રોડ પર બુધવારે રાત્રિના સમયે જ્યુપીટર સ્કુટર અને બાઈક સામસામા ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. રસ્તા પર અકસ્માત થતા લોકો એકઠા થઈ ગયા હતાં અને 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ કરાતા પીએસઆઈ જે.એસ. ગોવાની તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખની તજવીજ હાથ ધરતા મૃતક શફીન નામના યુવાનનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું અને સારવાર લઇ રહેલા યુવાનની હાલત પણ ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળે છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અનેે બંનેના પરિવારજનોને જાણ કરી હતી.