ભુજ માંથી એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં તંત્રની સાથે લોકોની બેદરકારી સામે આવી છે. ભૂજના સ્ટેશન રોડ પર વાહન ચાલકો ગટરના ખુલ્લા ખાડામાં પટકાયા છે. સ્ટેશન રોડ પર ભરાયેલા પાણીમાં ચાલકોએ વાહન હંકારતા ખાડામાં પડી ગયા. રસ્તા પર ખુલી ગટર હોવાના લીધે તંત્ર દ્વારા આગળ બેરિકેડ પણ રાખવામાં આવ્યા હતા. છતાં પણ લોકો ત્યાંથી પસાર થયા અને ધડામ કરતાં ખાડામાં પડ્યા હતા. વાહન ચાલકોએ પણ બેદરકારી દાખવવાના બદલે થોડું ધ્યાન રાખ્યું હોત તો દુર્ઘટના સર્જાઈ ન હોત.
#Gujarat #Bhuj #news #videonews #Khabargujarat
બેરીકેટ હોવા છતાં ખુલ્લી ગટરવાળા રસ્તા પર ગયા લોકો અને બાદમાં ખાડામાં ખાબક્યા
ભૂજના સ્ટેશન રોડ નજીકની ઘટના pic.twitter.com/q4Uz1GwCqS
— Khabar Gujarat (@khabargujarat) January 7, 2022