Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપર્યૂષણ પર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્ર રાત્રી જાગરણની ઉજવણી

પર્યૂષણ પર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્ર રાત્રી જાગરણની ઉજવણી

જૈનોના પર્યૂષણ પર્વમાં ત્રીજા દિવસે કલ્પસૂત્ર રાત્રી જાગરણ (રાત્રીજગો) ઉજવણી અંતર્ગત પ્રથમ વખત શહેરના ચાંદીબજારમાં શેઠજી દેરાસરના પટાંગણમાં કલ્પસૂત્ર રાત્રી જાગરણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉ5રાંત શહેરના પટેલ કોલોનીમાં શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર અંતર્ગત પણ બહેનો દ્વારા રાત્રી જાગરણની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

ચાંદીબજારમાં શેઠજી દેરાસરમાં બિરાજમાન મુળનાયક આદેશ્વર ભગવાનની સામે આવેલ પટાંગણમાં રાત્રે 9 વાગ્યાથી 10:45 સુધી વિક્રમભાઇ મહેતા પાર્ટી દ્વારા ભાવના ભણાવવામાં આવી હતી. ત્યારબાદ 11 વાગ્યાથી રાત્રીના 12:30 વાગ્યા સુધી કલ્પસૂત્ર રાત્રી જાગરણની મહાવીર સંગીત મંડળના ભાઇઓ-બાળકો દ્વારા ઉજવણી કરાઇ હતી. જેમાં શહેરના જૈન ભાઇઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ કરી હતી. જે લોકો તપશ્ચર્યા કરી રહ્યા છે. તે લોકો પણ આ રાત્રી જાગરણમાં ઉપસ્થિત રહી તપશ્ચર્યા કરી ભક્તિનો લાભ લીધો હતો. આ ભક્તિમાં નાના-મોટા બધા જ લોકો ઝાંઝ-પખાલ વગાડી ઝુમી ઉઠયા હતાં. આવતીકાલે પર્યૂષણ દરમિયાન પાંચમા દિવસે મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભગવાનના માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નની ઉછામણી શહેરમાં આવેલા ઉપાશ્રયો-પાઠશાળામાં કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular