Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoઆ એરપોર્ટના રનવે પર મુસાફરોએ પ્લેનને ધક્કો મારીને ખસેડ્યું, જુઓ Video

આ એરપોર્ટના રનવે પર મુસાફરોએ પ્લેનને ધક્કો મારીને ખસેડ્યું, જુઓ Video

બાઈક કે કાર ખરાબ થાય તો તેને ધક્કો મારીને ખસેડવું પડે તેવી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે પરંતુ એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં મુસાફરોએ પ્લેનને ધક્કો માર્યો. આ ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે નેપાળની તારા એરલાઈન્સના એક વિમાનને એરપોર્ટના રનવે પર મુસાફરો ભેગા થઈને ધક્કો મારી રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -

ખરેખર બન્યું એવું હતું કે રનવે પર વિમાનનું ટાયર ફાટી જતા તે ઉભું રહી ગયું હતું પરિણામે પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડુ થઈ રહ્યુ હતુ. જેના પગલે હાજર મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ રન વે પરથી વિમાનને દુર કરવા માટે ધક્કો માર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular