જામનગરમાં આગમી તા. 10-10-2022 ના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જામનગર ખાતે વિવિધ પ્રકલ્પોનું ઈએ-લોકાર્પણ /એ-ખાતમુહુર્ત કરવાના હોય જેના ભાગરૂપે પી.એમ.ના રૂટ પર સ્વચ્છતા સહિતની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હોય જેના ભાગરૂપે પી.એમ.ના રૂટ પર આવેલી શહેરની વિવિધ પ્રતિમાઓની જામ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગ અને ફાયર શાખાના સ્ટાફ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પી.એમ.ના રૂટ પર આવતી તમામ પ્રતિમાઓની ફાયર શાખાના સ્ટાફે પાણીથી સફાઈ કરી હતી તો સોલીડ વેસ્ટના સ્ટાફે આસપાસના વિસ્તારમાંથી સ્વચ્છતાની કામગીરીની તકેદારી રાખવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી સોલીડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશ ભાઈ વરણવા, ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશનોઈ, ડે.ચીફ ફાયર ઓફીસર સી. એસ. પાંડિયનના માર્ગદર્શન મુજબ ફાયર શાખા અને સોલીડ વેસ્ટના સ્ટાફ દ્વારા સયુંકત રીતે કરવામાં આવી હતી.