જામનગરના વોર્ડ નં.5 માં રહેતાં અને વોર્ડ નં.5 ના યુવા મોરચા મહામંત્રી તરીકે ફરજ નિભાવતા ભવ્ય મહેશભાઈ જાની દ્વારા મહાશિવરાત્રીના પાવનપર્વ પર છેલ્લાં સાત વર્ષથી ખોડિયાર કોલોની ખાતે મહાદેવની ચાર પહોરની પુજા કરવામાં આવે છે.
મહાશિવરાત્રી એટલે કે મહાદેવની મહિમા અને ગુણગાન ગાવાની તેમજ તેમના દર્શન અને પુજા-અર્ચન કરવાની રાત્રી આ રાત્રીના મહાદેવની ચાર પહોરની પુજા કરવાનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે ત્યારે ભવ્યભાઈ દ્વારા તેમના રહેણાંક ખોડિયાર કોલોની ખાતે આ મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુજા સવારે 6 થી શરૂ કરી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવે છે. જેમાં સવારે લઘુરૂદ્રની પુજા કરવામાં આવે છે. જ્યારે આ ચાર પહોરની પુજામાં મહાદેવની અલગ અલગ દ્રવ્યોની પુજા કરવામાં આવે છે. જ્યારે વિસ્તારના આજુબાજુના લોકો પણ ભવ્યભાઈ સાથે આ પુજામાં જોડાઈને મહાદેવની પૂજા-અર્ચના અને આરતીનો લાભ લે છે. જ્યારે આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે તેવું ભવ્યભાઈ જાનીની યાદીમાં જણાવાયું છે.


