14 એપ્રિલ 1944ના મુંબઇના વિકટોરીયા ડોકમાં શિપમાં ભયંકર આગ લાગી હતી. આ આગને બુઝાવવા માટે ઝઝુમી રહેલા મુંબઇ ફાયરબ્રિગેડના 66 જવાનો અને ઓફિસરો તેમાં શહીદ થયા હતાં. ત્યારે 14 એપ્રિલના આ શહીદ ફાયર જવાનોના સન્માન અર્થે ફાયર સર્વિસ ડે જાહેર કરાયો છે.
જામનગર મહાનગરપાલિકાના ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા પણ આજરોજ ફાયર સર્વિસ ડે નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર મહાનગરપાલિકાના મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, કોર્પોરેટરો ધિરેનભાઈ મોનાણી, ગોપાલભાઈ સોરઠીયા, નિલેશભાઈ કગથરા, સરોજબેન વિરાણી, પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, હસમુભાઈ હિંડોચા, શહેર ભાજપાના ભાવિષાબેન ધોળકિયા સહિતના પદાધિકારીઓ તેમજ ભાજપા સંગઠનના હોદ્ેદારો-કાર્યકરો તથા ફાયરના જવાનો ઉપસ્થિત રહી શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.