Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : 'અગલે બરસ તું જલ્દી આ' ના નાદ સાથે પાંચમાં દિવસે...

Video : ‘અગલે બરસ તું જલ્દી આ’ ના નાદ સાથે પાંચમાં દિવસે ગણપતી વિસર્જન

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજીની ભાદરવા સુદ-4 તા.31 ઓગસ્ટ થી સ્થાપના કરવામાં આવી હતી. વિવિધ મંડળો, સંસ્થાઓએ તેમજ ગણેશભકતોએ ઢોલ-નગારા અને ડી.જે. સાથે વાજતે-ગાજતે ઉત્સાહભેર ગણપતિની સ્થાપના કરી હતી.

- Advertisement -

પાંચ દિવસ સુધી વિધ્નહર્તાની પૂજા અર્ચના કર્યા બાદ ગણપતિ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે આ વખતે જુદા જુદા બે સ્થળે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, અને મોટા કદના બે વિસર્જનકુંડનું નિર્માણ કરાયું છે. જેમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા માટે આવનારા ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને તરવૈયાઓ સહિતની ટીમને તૈનાત રાખવામાં આવી છે. જામનગર શહેરના ગણેશ ભક્તો કે જે લોકોએ પોતાના રહેઠાણ અથવા અન્ય વિસ્તારમાં પાંચ દિવસ માટેના ગણપતિ બાપાનું સ્થાપન કર્યું હતું, તેવી મૂર્તિઓ વિસર્જન માટે આવી હતી, અને ગણેશ ભક્તો દ્વારા પૂજાવિધિ કર્યા પછી વિસર્જન કરાવ્યું હતું. જેના માટે જામનગર મહાનગરપાલિકાના તરવૈયાઓ સાથેની ટીમ મદદના જોડાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular