Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયથર્ટી ફર્સ્ટની ઉજવણીમાં વિલન બનશે ઓમિક્રોન

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં વિલન બનશે ઓમિક્રોન

મુંબઈ સહિતના મોટા શહેરોમાં પાર્ટીઓ ઉપર આવશે પ્રતિબંધ

- Advertisement -

નવુ વર્ષ અને ક્રિસમસની ઉંજવણી ઉંપર આ વખતે ઓમિક્રોનનો ખતરો મંડરાય રહ્યો છે જેના કારણે આ તહેવારોની ઉંજવણી ફીક્કી રહે તેવી શકયતા છે. અનેક રાજ્ય સરકારોએ વિવિધ પ્રકારના પ્રતિબંધો મુકવાનું શરૂ કર્યુ છે.

- Advertisement -

મુંબઈ નગરપાલિકાએ ચેતવણી આપી છે કે ક્રિસમસ અને 31 ડીસેમ્બરની રાત્રે લોકોએ ભીડથી દૂર રહેવું. સાથોસાથ એવુ પણ કહ્યુ છે હોટલ અને રેસ્ટોરન્ટમાં કુલ ક્ષમતાના 50 ટકા લોકો જ રહેશે અને ખુલ્લા સ્થળે ક્ષમતાના 25 ટકા લોકો જ ભેગા થઈ શકશે. પોલીસ અને તંત્રએ ભીડ રોકવા વિવિધ ટીમો ઉંભી કરી છે.

મુંબઈની મોટી-મોટી હોટલો ઓમિક્રોનને જોતા કોઈ ખતરો લેવા માંગતી નથી. હોટલ સહારા સ્ટારના વડાએ કહ્યુ છે કે અમે નવા વર્ષ પહેલા કોઈ મોટો સમારંભ નહી યોજીએ. મુંબઈમાં હજુ 144મી કલમ ચાલુ છે. દિલ્હીમાં પણ કાર્યક્રમો મોટાપાયે યોજાય તેવી શકયતા નથી. આ ઉંપરાંત દેશના અન્ય મોટા શહેરો બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકત્તા, અમદાવાદમાં પણ કોઈ મોટા આયોજનો થવાના નથી. લોકોમાં પણ ઓમિક્રોનનો ડર ઉંભો થયો હોવાથી સમારંભોથી દૂર રહે તેવી શકયતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular