Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવિશ્વના 100 દેશોમાં પ્રસર્યો ઓમિક્રોન, ભારતમાં મોટો ખતરો

વિશ્વના 100 દેશોમાં પ્રસર્યો ઓમિક્રોન, ભારતમાં મોટો ખતરો

આગામી સપ્તાહોમાં ઓમિક્રોન સંક્રમણ માટેનું મુખ્ય વેરિએન્ટ બની જશે

- Advertisement -

ઓમિક્રોન, કોરોના વાયરસનું નવું મ્યૂટેશન 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત સામે આવ્યું હતું. અત્યારસુધીમાં એ લગભગ 100 દેશમાં પહોંચી ચૂક્યો છે અને ઠઇંઘને ડર છે કે એ દુનિયાના મોટા ભાગના ભાગોમાં હાજર છે. ઓમિક્રોનની દહેશતથી બ્રિટન ધ્રૂજી રહ્યું છે, ફ્રાન્સ ડરી ગયું છે, નેધરલેન્ડે કડક લોકડાઉન લાગુ કર્યું છે. જર્મનીએ બ્રિટનથી આવનારા લોકો માટે તેના દરવાજા બંધ કરી દીધા છે. અહીં ભારત પણ નવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે.

- Advertisement -

દુનિયાભરમાં વૈજ્ઞાનિકો આ વેરિયન્ટથી વધતા સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. હજી સુધી જે જાણી શકાયું છે એનાથી સ્પષ્ટ છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં અનેક ગણી ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. જોકે વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આ વાયરસ ઓછો જીવલેણ છે.

વાઇરસનું મ્યૂટેશન અને બદલાતા સ્વરૂપને જીનોમ સિક્વન્સિંગ દ્વારા સમજાય છે. કેન્દ્ર સરકારે 38 સરકારી લેબનું નેટવર્ક બનાવ્યું છે, જ્યાં વાઇરસનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સમાં જીનોમ સિક્વન્સિંગ લેબ હાથ ધરવામાં આવી રહી છે. આઇએલબીએસના ડાયરેક્ટર ડો.શિવકુમાર સરીને તેમની નજર તેમના કમ્પ્યુટર સ્ક્રીન પર સ્થિર કરી છે. તેઓ દુનિયાભરના રિપોર્ટ્સ પર નજર રાખી રહ્યા છે. જ્યારે કંઈક નવું જોવા મળે છે ત્યારે વૈશ્ર્વિક વૈજ્ઞાનિક કોમ્યુનિટીને એલર્ટ કરી દેવામાં આવે છે. ડો. સરીન કહે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઓછામાં ઓછી 5-7 ગણી ઝડપે સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ રહ્યો છે. એ ભારતમાં પણ ઘણી જગ્યાએ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે જાન્યુઆરીના અંત સુધીમાં આપણા દેશમાં પણ ઓમિક્રોનના કેસ ઘણા વધારે હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular