જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં વૃદ્ધને તેના ઘરે ખેંચ આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી પાસે શેરી નં.7-બી માં રહેતા દિનેશભાઈ મકનભાઈ ખીમસુરીયા (ઉ.વ.60) નામના વૃદ્ધને મંગળવારે બપોરના સમયે તેના ઘરે ખેંચ આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર પ્રદિપ દ્વારા જાણ કરાતા એએસઆઈ બી.જે. જોશી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.