જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 માં રહેતો અને ઉત્તર પ્રદેશના વતની વૃધ્ધ કારખાનામાં સીડી પરથી કોઇ કારણસર નીચે પડી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના રામધામપોખરાના વતની અને જીઆઈડીસી ફેસ 2 માં પ્લોટ નંબર 598 માં આવેલા સેનેકસ બ્રાસના કારખાનામાં મજૂરી કામ કરતા મોરીસ ફ્રેંન્સિસ વિલ્સન (ઉ.વ.63) નામના વૃધ્ધ ગત તા. 04 ના રોજ સવારના સમયે કારખાનાના ઉપરના માળની સીડી પરથી ઉતરતા હતાં તે દરમિયાન ચાલીમાં નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા બેશુદ્ધ થઈ ગયા હતાં. બાદમાં બનાવની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને સ્થળ પર મોરીસ ફ્રેંન્સિસ વિલ્સન નામના વૃધ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે બીકસન ફ્રેંન્સિસ વિલ્સન દ્વારા જાણ કરાતા એએસઆઇ પી બી ગોજિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.