Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસિક્કામાં ગેરકાયદેસર ગન સાથે વૃદ્ધ ઝડપાયો

સિક્કામાં ગેરકાયદેસર ગન સાથે વૃદ્ધ ઝડપાયો

ગનનું 1982 માં કઢાવેલું લાયસન્સ 2016 માં પૂર્ણ : છ વર્ષથી લાયસન્સ જ રિન્યુ ન કરાવ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના લાયસન્સ વાળી બાર બોરની સિંગલ બેરલ ગનનું લાયસન્સ છ વર્ષ અગાઉ પૂરુ થઈ ગયું હોવા છતાં ગેરકાયદેસર ગન સાથે સાપર ગામના શખ્સની સિક્કા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતાં નારણ મોહન બોડા નામના વૃધ્ધ પાસે 1982 ની સાલથી બાર બોરની સિંગલ બેરલવાળી ગનનું લાયસન્સ હતું. પરંતુ આ લાયસન્સ 2016 ની સાલમાં પૂરુ થઈ ગયું હોવા છતાં લાયસન્સ વગરની ગેરકાયદેસર ગન રાખતા હતાં આ અંગેની જાણના આધારે સિકકા પોલીસે ગેરકાયદેસર ગન સાથે નારણ બોડા નામના વૃદ્ધને ઝડપી લઇ તેની વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular