Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઓખા-વારાણસી એક્સપ્રેસ સુપરફાસ્ટ એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે

ઓખા-વારાણસી એક્સપ્રેસ સુપરફાસ્ટ એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે

- Advertisement -

પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનમાંથી ઊપડતી ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું બંને દિશામાં ઓરિજીનેટિંગ/ટર્મિનેટિંગ સ્ટેશન બદલવામાં આવી રહ્યું છે. હવે આ ટ્રેન વારાણસી સ્ટેશન (BSB)ના બદલે બનારસ સ્ટેશન BSBS) સુધી જશે અને બનારસ સ્ટેશનથી જ ઉપડશે અને ઓખા-બનારસ ઓખા વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, તા. 8મી સપ્ટેમ્બરથી ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ હવેથી ઓખા-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચાલશે અને તે ત્રીજા દિવસે 2 કલાકે બનારસ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 22970 વારાણસી-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ, તા. 10મી સપ્ટેમ્બર, 2022થી વારાણસીના સ્થાને બનારસ સ્ટેશનથી 21.45 કલાકે ઉપડશે અને બનારસ-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ, એક્સપ્રેસ તરીકે ચાલશે. આ ફેરફાર કાયમી ધોરણે કરવામાં આવ્યો છે. આ ટ્રેનના અન્ય કોઈપણ મધ્યવર્તી સ્ટેશનોના આગમન/પ્રસ્થાનના સમય, સ્ટોપેજ અથવા અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular