Sunday, January 12, 2025
Homeરાજ્યઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનું ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ પુન:સ્થાપિત

ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનું ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ પુન:સ્થાપિત

તૂતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસનો ખંભાળિયા સ્ટેશન પર સ્ટોપેજ પુન:સ્થાપિત

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાટિયા સ્ટેશન પર ટ્રેન નંબર 16734/16733 ઓખા-રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનું સ્ટોપેજ પુન:સ્થાપિત કર્યું છે. ઉપરાંત, ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસનું ખંભાળિયા સ્ટેશન પર સ્ટોપેજ પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે કોરોના મહામારી દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા ઉપરોક્ત તમામ સ્ટોપેજ રદ કરવામાં આવ્યા હતા, જે હવે સ્થિતિ સામાન્ય થતાં પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ ભાટિયા સ્ટેશન પર 10.10.2022 થી 09.00 કલાકે આવશે અને 09.02 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 16734 ઓખા – રામેશ્વરમ એક્સપ્રેસ 11.10.2022 થી ભાટિયા સ્ટેશન પર 09.35 કલાકે આવશે અને 9.37 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 19565 ઓખા – દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 14.10.2022 થી ભાટિયા સ્ટેશન પર 11.06 કલાકે આવશે અને 11.08 કલાકે ઉપડશે.

- Advertisement -

તેમજ ટ્રેન નંબર 19567 તુતીકોરીન – ઓખા વિવેક એક્સપ્રેસ 12.10.2022 થી ખંભાળિયા સ્ટેશન પર 1.19 કલાકે આવશે અને 1.21 કલાકે ઉપડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular