Friday, December 26, 2025
Homeરાજ્યગુજરાતઓખા અને બાંદ્રા વચ્ચે દોડશે ઓખા-બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેન

ઓખા અને બાંદ્રા વચ્ચે દોડશે ઓખા-બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશ્યિલ ટ્રેન

ટિકિટનું બુકિંગ 18 ડિસેમ્બરથી

મુસાફરોની સુવિધા માટે અને નાતાલના તહેવાર દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ઓખા-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે.

- Advertisement -

ટ્રેન નંબર 09576 ઓખા-બાંદ્રા (ટી) સ્પેશિયલ ઓખાથી દર મંગળવારે 8:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 4:50 વાગ્યે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન 20 અને 27 ડિસેમ્બર, 2022ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09575 બાંદ્રા ટર્મિનસ – ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 6.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 1.35 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 21 અને 28 ડિસેમ્બર, 2022ના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09576 અને 09575 માટે ટિકિટો નું બુકિંગ 18મી ડિસેમ્બર, 2022થી તમામ ઙછજ કાઉન્ટર અને ઈંછઈઝઈ વેબસાઇટ પર ખુલશે. સ્પેશિયલ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો https://enquiry.indianrail.gov.in/ ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular