સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિયેશનના પ્રમુખ સહિતના 18 સદસ્યોએ ગુરૂવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઈને સોમા તેમજ ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોની વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ સોમાને થતી કે કરાતી પ્રત્યેક કનડગત, સમસ્યા હલ કરવા તેઓ કાયમ તત્પર રહેવાની ખાતરી આપી હતી. સોમાના પ્રમુખ કિશોર વિરડીયા પોતાની કારોબારીના જૂનાગઢ, જામનગર, કેશોદ, ગોંડલ, જામખભાળિયાના કુલ 18 સદસ્યો સાથે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મુલાકાતે અને અણઉકેલ પ્રશ્નોની ચર્ચા માટે ગયા હતાં.
અહીં સોમાના પ્રમુખ સહિતના કારોબારી સદસ્યોએ મુખ્યમંત્રીએ વલ્લભભાઈ પટેલ(સરદાર)ની ચાંદીની પ્રતિમાં આપી, હારતોરાથી સન્માન કર્યું હતું. દરમિયાન નાફેડ, સરકારની નવી નીતિની ચર્ચા, મગફળીના બગાડ તેમજ ખેડૂતોના લાંબા સમયથી વીજચોરીના કરાયેલા ખોટા કેસ બાબતે નિરાકરણ લાવવા સોમાએ માગ કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમાના આગેવાની ચર્ચા-ફરિયાદો સાંભળીને ખાતરી આપી હતી કે સોમાને ક્નડતી પ્રત્યેક સમસ્યા વહેલીતકે હલ કરવા તેઓ કાયમ તત્પર રહેશે.
સોમાના પ્રમુખ કિશોર વિરડીયાએ કહ્યું હતું કે સોમાની આખી કારોબારીને (18 સભ્યો) એક કલાક સાંભળવાની મુખ્યમંત્રીએ જે તસ્દી લીધી તેનાથી ઉદ્યોગપતિઓનો ઉત્સાહ વધ્યો છે. ખરેખર ઉઘોગ જગતને વર્તમાન જેવા મુખ્યમંત્રીની જરૂર સાચેજ સાર્થક થઈ છે. મુખ્યમંત્રીની સાદગી અને આત્મીયતાથી ઉદ્યોગપતિઓને હૂંફ મળ્યાનો અહેસાસ થયો છે.
ગાંધીનગર ખાતે રૂબરૂ મળેલા સોમાના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને સૌરાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા કરાયેલી લેખિત રજૂઆત, ફરિયાદ બાબતે યોગ્ય કરવા માગ કરી હતી. રજૂઆતમાં ક્હેવાયુ છે કે 2005ના વર્ષમાં પીજીવીસીએલના પૂર્વ ચીફ ઈજનેરેએલએન્ડટી કંપનીના વીજમીટર કે જેનો વોરંટી પીરીયડ પૂર્ણ થયો હોવા છતા આવા વીજમીટરમાં ટેકનિક્લ ખામીને કારશે સર્જાયેલી ક્ષતિને પાવર ચોરી ગણી ઉદ્યોગપતિઓને ખોટા વીજચોરીના ક્સો કર્યા છે તેનું નિરાકરણ લાવવું જરૂરી છે. સોમાના આગેવાનોનો આક્ષેપ હતો કે આ બાબતે છેલ્લા 10 વર્ષથી સંબંધિત ઉર્જામંત્રીને સમયાંતરે અનેક વખત રજૂઆતો કરાઈ છે છતા પરિણામ આવ્યું નથી.
જામનગર સહિતના સૌરાષ્ટ્રના ઓઇલમિલમાલિકોને મુખ્યમંત્રીની મુલાકાતમાં મજા આવી
ઓઇલમિલમાલિકોનો 16 વર્ષ જૂનો વીજ પ્રશ્ન (વીજચોરીનાં બિલો) હવે ઉકેલાય તેવી આશા