Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશ્રાવણી મેળાને લઇ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ - VIDEO

શ્રાવણી મેળાને લઇ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ – VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત શ્રાવણી લોકમેળાને લઇ તૈયારી શરૂ થઇ ચુકી છે જેને લઇ આજે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. અને મેળાની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી.

- Advertisement -

જામનગરમા શ્રાવણી મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવતો શ્રાવણી મેળો હવે અંતિમ તૈયારીઓના તબક્કામાં પ્રવેશી ગયો છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તારીખ 10થી 24 ઓગસ્ટ દરમિયાન બે સપ્તાહ માટે યોજાનારા આ ભવ્ય મેળાની તૈયારીનું આજે મહત્વપૂર્ણ સ્થળ નિરીક્ષણ કરાયું હતું.

- Advertisement -

મેળાની તાત્કાલિક તૈયારી અને વ્યવસ્થાઓના અન્વયે આજે વહેલી સવારે મહાનગરપાલિકાના કમિશનર દિનેશ મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સ્થળ પર મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી.
અધિકારીઓએ મેળાની અંદર પાર્કિંગની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા સિસ્ટમ, પ્લોટ ફાળવણી અને જનહિતની સુવિધાઓ અંગે વિગતે સમીક્ષા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. મેળાની સુચારૂ અને સુસંગત આયોજન માટે દરેક પાયા પર તૈયારી ચાલી રહી છે જેથી શ્રદ્ધાળુઓ અને નાગરિકોને સુવિધાયુક્ત અને સુરક્ષિત માહોલ ઉપલબ્ધ થઈ શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular