Saturday, January 4, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મોત 10,095 સહાય માટે અરજીઓ મળી 31,575 !

ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મોત 10,095 સહાય માટે અરજીઓ મળી 31,575 !

સરકાર દ્વારા 6,319 અરજીઓ મંજૂર : જામનગરમાં 368 મોત સામે 667 અરજીઓ મળી

- Advertisement -

ગુજરાતમાં કોરોનાની સહાય માટે હાલમાં વિવિધ જિલ્લાઓની કલેક્ટર કચેરીઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. જયારે સુપ્રિમ કોર્ટે કોરોનાના મૃતકોના પરિવારજનોને 50 હજાર સહાય આપવા નિર્દેશ કર્યો છે. ત્યારે ગુજરાત સરકારને કોરોનાની સહાય મેળવવા માટે 31 હજારથી વધુ અરજીઓ મળી છે. ટૂંકમાં કોરોનાના મૃત્યુઆંક કરતાં ત્રણ ગણી અરજીઓ મળી છે. જામનગર જિલ્લામાં પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલાં કોરોનાના 368 મોત સામે અત્યાર સુધીમાં બમણી એટલે કે, 667 અરજીઓ આવી ચૂકી છે. આ જોતાં કોરોનાના મૃત્યુઆંકને લઇને સરકાર સામે શંકાની આંગળી ચિંધાઇ છે. ગુજરાતમાં કોરાનાનો મૃત્યુઆંક 10 હજાર 095 છે. રાજ્ય સરકાર ખોંખારો ખાઇને કહી રહી છે કે,અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં કોરોનોનો મૃત્યુઆંક ઘણો ઓછો છે. સુપ્રિમે આદેશ કરતાં ગુજરાત સરકારે કોરોનાના મૃતકોને નાણાંકીય સહાય આપવાનું શરૂ કર્યુ છે. રાજ્ય સરકારને અત્યાર સુધી 31 હજાર 575 અરજીઓ મળી છે. તે પૈકી 6779 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.સરકારે દાવો કર્યો છે કે,અત્યાર સુધી કુલ 31.69 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઇ છે.

- Advertisement -

સમગ્ર રાજ્યમાં કુલ મળીને 6319 પરિવારોને સહાય ચૂકવવામાં આવી છે. હજુ સરકારે 24 હજાર 797 અરજીઓ મંજૂર કરી નથી. લોકોની ફરિયાદ છે. કે,અધિકારીઓ કોઇને કોઇ બહાના આગળ ધરીને સહાય માટે અરજદારોને ધક્કા ખવડાવે છે. શરૂઆતના તબક્કામાં સરકારે અટપટા નિયમો લાદી કોરોનાથી મૃત્યુ થયુ હતુ કે કેમ તે નક્કી કરવા માટે પણ કમિટી બનાવી હતી. સુપ્રિમ કોર્ટે લોકોને ધરમ ધક્કા ખવડાવવાની નીતિને પગલે ગુજરાત સરકાર પર ફટકાર લગાવી હતી. એટલું જ નહી, અલાયદુ પોર્ટલ બનાવવાનો આદેશ કર્યો હતો. જેથી મૃતકના પરિવારજનો સરળતાથી અરજી કરી શકે.અત્યારે પણ અમદાવાદ સહિત ગુજરાતભરમાં જિલ્લા કલેક્ટર કચેરીઓએ કોરોનાની સહાય મેળવવા લાંબી કતારો લાગી છે. આ જોતાં હજુ ય સહાય મેળવનારાઓની સંખ્યા વધી શકે છે. અમદાવાદ કલેક્ટર કચેરીએ કોરોનાની સહાય મેળવવા કુલ 4501 અરજીઓ થઇ છે તૈ પૈકી 1848 અરજીઓ મંજૂર કરાઇ છે જયારે 1792 અરજદારોને સહાય ચૂકવવામાં આવી છે. આ કારણોસર કોરોનાના મૃત્યુઆંક મોટો છે તે પુરવાર થશે. એટલું જ નહીં, કોરોનાનો મૃત્યુઆંક છુપાવવાની સરકારની દાનત પણ લોકો સમક્ષ ખુલ્લી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular