Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારહવે વ્યાજ વટાવમાં પણ પુરૂષ સમોવડી મહિલા..??

હવે વ્યાજ વટાવમાં પણ પુરૂષ સમોવડી મહિલા..??

ખંભાળિયામાં વિપ્ર યુવાન પાસેથી 15 ટકાનું તોતિંગ વ્યાજ વસૂલ કરી, પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતી મહિલા સામે ગુનો

- Advertisement -

ખંભાળિયા પંથકમાં જરૂરિયાતમંદ લોકોને ઊંચા દરે રકમ આપી અને તોતિંગ વ્યાજ વસૂલ કરતા શખ્સો સામે તંત્ર દ્વારા કડક સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખંભાળિયામાં રહેતા એક યુવાનને રૂપિયા 1.10 લાખ આપી અને રૂપિયા દોઢ લાખ વસૂલ કર્યા પછી પણ આ યુવાનને બેફામ ગાળો કાઢી, તેના પુત્રના અપહરણ કરી જવા સહિતની ધમકી આપતા મહિલા સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં નવાપરા શેરી નંબર – 12 ખાતે રહેતા અને ડેન્ટલ લેબ ધરાવતા નિરવભાઈ મહેશભાઈ પુંજાણી નામના 38 વર્ષના બ્રાહ્મણ યુવાનને ધંધાર્થે પૈસાની આકસ્મિક જરૂર પડતા ગત તારીખ 1 ઓગસ્ટ 22 ના રોજ તેમણે અહીંની આશિયાના બશીરભાઈ ભોકલ નામની 33 વર્ષની મહિલા પાસેથી 15 ટકા લેખે રૂ. 20,000 ઉછીના લીધા હતા. જે માટે તેણીએ રૂપિયા 17,000 ગૂગલ પે થી આપી અને નિરવભાઈ પાસેથી વિજયા બેન્કનો કોરો ચેક મેળવ્યો હતો. ત્યારબાદ 15 ટકા લેખે વધુ 30,000 તેમજ 10 ટકા લેખે વધુ 60,000 મળી, નિરવભાઈએ આશિયાના પાસેથી કટકે કટકે કુલ રૂપિયા 1.10 લાખની રકમ લીધી હતી.
આ રકમનું મે-જૂન માસ સુધીમાં તેમણે રૂપિયા દોઢ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. પરંતુ ફરિયાદની નિરવભાઈ પાસે હવે વ્યાજ ભરી શકાય તેમ ન હોવાથી તેમણે પૈસા આપવાનું બંધ કર્યું હતું. જેથી આશિયાના નિરવભાઈને ફોનમાં બિભત્સ ગાળો દેતા તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

આથી આરોપી મહિલાએ અલગ રહેતા નિરવભાઈના માતા-પિતાના ઘરે જઈને ધમકી આપેલ કહેજો કે તે વ્યાજ નહીં આપે તો ડેન્ટલ લેબમાં તાળા મારી દેશે તેમ કહી, બિભત્સ ગાળો ભાંડી હતી. તારીખ 27 જુલાઈ ના રોજ નિરવભાઈની ગેરહાજરીમાં તેમના પત્નીને પણ બિભત્સ ગાળો કાઢી, તેમના દીકરાનું અપહરણ કરી જવાની ધમકી આપી હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે. જો આ બાબતે તે ફરિયાદ કરશે તો દવા પીને મરી જવાનું નાટક કરી જેલમાં પુરાવી દેવાની તેમજ તેમણે આપેલો ચેક બાઉન્સ કરાવી અને દીકરાનું અપહરણ કરી, ઉપાડી જઈને મરાવી નાખવાની ધમકી પણ આપી હોવાનું નિરવભાઈની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 386, 389, 504, 506 (2) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે વિવિધ દિશામાં તપાસ આરંભી આરોપી મહિલાની અટકાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular