હાલ ચોમાસાની ઋતુમાં દરિયામાં ભારે કરંટ તથા મોજા ઉછળતા હોવાથી દેવભૂમિ દ્વારકાના દરિયામાં માછીમારી ન કરવા અંગેનું જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ મંજૂરી વગર દરિયામાં જઈ અને માછીમારી કરતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
જે અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં સલાયાના રહીશ અબ્દુલ ખમીશા બેલાઈ (ઉ.વ. 51), સબીર નુરમામદ ભગાડ (ઉ.વ. 30) અને મુનાફ મામદ રાજા મુસ્લિમ વાઘેર (ઉ.વ. 32) નામના શખ્સોએ કોઈપણ જાતની પૂર્વ પરવાનગી વગર, પ્રતિબંધ હોવા છતાં પણ હોળી મારફતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, આ તમામ ત્રણ શખ્સો સામે સલાયાના કોન્સ્ટેબલ વિપુલભાઈ ડાંગરની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 188 તથા મત્સ્યોદ્યોગ કાયદો – 2003 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


