ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા સત્તાર આદમભાઈ જીમાની નામના 38 વર્ષના મુસ્લિમ ભડેલા માછીમાર યુવાને ફીશરીઝ વિભાગમાંથી ટોકન લીધા બાદ માછીમારી કરી, પરત આવીને ફિશરીઝ વિભાગમાં ટોકન જમા કરાવ્યા વગર જુના ટોકન ઉપર પુન: પોતાની ફિશીંગ બોટ મારફતે માછીમારી કરતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત ફીશરીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
રાજકોટમાં રેલ્વે સ્ટેશનની પાછળ આવેલી સેન્ટ્રલ જેલની સામે રહેતા સુલતાન ઉમર બેલિમ નામના 34 વર્ષના શખ્સને ખંભાળિયા પોલીસે અહીંના બસ સ્ટેશન સામેથી રાત્રિના સમયે લપાતા-છુપાતા દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) હેઠળ કાર્યવાહી કરી હતી.