ફીફા વર્લ્ડકપ-2022માં સાઉદી અરબે મોટો ઉલટફેર કરતાં આર્જેન્ટીના ટીમને 2-1થી પરાજિત કરી છે. હવે સાઉદી અરબની આ શાનદાર જીતની ખુશીમાં કિંગ સલમાને આજે રજાની જાહેરાત કરી છે. આ રજા પબ્લીક અને પ્રાઈવેટ સેક્ટરના તમામ કર્મચારીઓની સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ માટે પણ છે. સાઉદી અરબની જીત બાદ ટીમના ચાહકો અત્યંત ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. એક ચાહકે કહ્યું કે ઉપરવાળાનો પાળ છે કેમ કે ખેલાડીઓ આટલા ઉત્સાહિત હતા અને તેમણે આર્જેન્ટીનાને હરાવી દીધું છે. અમને એક-એક ખેલાડી ઉપર ભરોસો હતો અને અમે એક ટીમના રૂપમાં મજબૂત ટીમને હરાવી દીધી છે.
સાઉદી અરબની રાજધાની રિયાદથી કતરની યાત્રા કરનારા એક ચાહક ફહદ અલ-કનાનીએ કહ્યું કે બીજા ગોલ બાદ મને લાગ્યું કે અમે 4-1થી જીતી શકીએ છીએ.