રાજસ્થાનના ઉદયપુરમાં ક્ધહૈયાલાલની હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હત્યાનો આરોપીએ સસપેન્ડ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મામા સમર્થનમાં પોસ્ટ કરવા બદલ દરજી ક્ધહૈયાલાલની હત્યા કરી નાખી હતી. આવી જ વધુ એક ઘટના સામે આવી રહી છે કે, થોડા દિવસ અગાઉ ઉદયપુરમાં દરજી ક્ધહૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેનું 21 જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં જઘન્ય હત્યા કરી દીધી હતી. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓનું હવે માનવું છે કે, કોલ્હેની કથિત રીતે બીજેપીની નૂપુર શર્માના સમર્થનમાં કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે તેમની હત્યા કરી દેવામાં આવી હતી જેમણે એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ઉમેશ કોલ્હેના પુત્ર સંકેત કોહલીની ફરિયાદ બાદ અમરાવતીના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં 23 જૂને 2 વ્યક્તિઓ મુદસ્સીર અહેમદ અને 25 વર્ષીય શાહરૂખ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.