Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિજ ફોલ્ટ અંગે પીજીવીસીએલ દ્વારા ફરિયાદ માટે નંબરો જાહેર કરાયા

વિજ ફોલ્ટ અંગે પીજીવીસીએલ દ્વારા ફરિયાદ માટે નંબરો જાહેર કરાયા

- Advertisement -

5ીજીવીસીએલ વર્તુળ કચેરી જામનગર હેઠળ આવતી વિવિધ પેટા વિભાગીય કચેરીઓના વિજ ગ્રાહકોના વિજ પ્રશ્ર્નોના નિવારણ હેતુ પીજીવીસીએલ દ્વારા દરેક ફોલ્ટ સેન્ટરની ટેલિફોન નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટર ટ્રોલ ફ્રી નંબર 1800 233 155 333/19122/95120 19122 ઉપર પર સંપર્ક કરી શકશે.

- Advertisement -

વિજ સમસ્યાઓ તથા વિજ પ્રવાહને લગતાં પ્રશ્ર્નોના તાત્કાલિક તથા સમયસર યોગ્ય ઉકેલ લાવવા પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ અવિરત કાર્યરત રહે છે. આથી પીજીસીએલ વર્તુળ કચેરી જામનગર દ્વારા તેમના નેતૃત્વ હેઠળ આવેલ તમામ પેટા વિભાગીય કચેરી ખાતે ફોલ્ટ સેન્ટરો રાખવામાં આવે છે. જેમાં ગ્રાહકો તથા જાહેર જનતા તેમના વિજ પ્રશ્ર્નો રજૂ કરી શકે તે માટે લેન્ડલાઇન ફોન, મોબાઇલ ફોનની સુવિધા ઉપલબ્ધ છે.


વિજ વિક્ષેપ કે, વિજ સમસ્યાઓની ટેલિફોનિક રજૂઆત પ્રથમ ફોલ્ટ સેન્ટરના લેન્ડલાઇન નંબર પર જ કરવી. જેથી ફોલ્ટ સેન્ટરમાં ફરજ પર હાજર કર્મચારીઓ ત્વરિત નિકાલ લાવવા જરુરી કાર્યવાહી હાથ ધરશે. જો સંજોગોવસાત લેન્ડલાઇન નંબર ન લાગે તો ફોલ્ટ સેન્ટરનો મોબાઇલ નંબર પર સંપર્ક કરવો અને જો તેમાં પણ સંપર્ક ન થાય તો તે કચેરીના જુનિયર ઇજનેરો અને જરુરી જણાય તો નાયબ ઇજનેરનો સંપર્ક કરવો. આમ છતાં પ્રશ્ર્નોનું નિરાકરણ ન થાય તો કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવી. જામનગર જિલ્લાના ગ્રાહકો માટે કસ્ટમર કેર નંબર 6357363604 તથા દ્વારકા જિલ્લા માટે કસ્ટમર કેર સેન્ટર નંબર 6357363605નો સંપર્ક કરવો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular