આ વર્ષે ગરમી એ તમામ રેકોર્ડ તોડયા છે આ વર્ષે સમગ્ર દેશના ઘણાં રાજ્યોમાં ડિગ્રી 50 આસપાસ પહોંચી હતી ત્યારે ગરમીએ માજા મૂકતા લોકો પરેશાન થઈ ગયા હતાં. દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણાં શહેરોમાં ખૂબ ગરમી પડી હતી. ઘરમાં અંદર રહનારા લોકો તો પંખા, કુલર અને એસીના સહારે ગરમીમાં રહી શકે પરંતુ, બહાર ફિલ્ડ પર કામ કરતા લોકોને હાલત કફોડી બની ગઇ હતી. ત્યારે આ સમસ્યાનું સમાધાન પણ મળી ગયું છે. હવે ગરમીમાં પહેરવા માટે મળશે એસી જેકેટ..
ગુરૂગ્રામ પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે ગુરૂગ્રામ પોલીસે તેમના ટ્રાફિક પોલીસને એસી જેકેટ આપ્યા છે જેનાથી તેઓ તડકામાં ઉભા રહીને કામ કરી શકે છે. ન્યુઝ એજન્સી IANS ના X પ્લેટફોર્મ પર ટ્રાફિક પોલીસે એસી જેકેટ વિશે જાણકારી આપી હતી એસી જેકેટ વિશે એક ટ્રાફિક પોલીસે જણાવ્યું કે આ જેકેટ પહેરવામાં ખુબ આરામદાયક છે. તેને સાઈઝ મુજબ એડજેસ્ટ કરી શકાય છે. જેકેટની અંદર ICUBE ના પેડ છે. જેમાં ફેનની મદદથી જેકેટની અંદરનું તાપમાન ઠંડુ કરી શકાય છે. જેથી ગરમમાં રાહત મળે છે. આ જેકેટનું વજન આશરે 3 થી સાડા ત્રણ કિલો જેટલું છે. ડીસીપી ટ્રાફિકએ 12 પોઇન્ટસ પર આ એસી જેકેટનું ટ્રાયલ શરૂ કર્યુ છે. આ જેકેટનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે. જો આ ટ્રાયલ સફળ રહ્યું તો હવે ગરમીમાં બહાર નિકળનારને રાહત મળશે. ફિલ્ડ પર કામ કરનાર લોકોને ગરમીમાં હેરાન થવાની જરૂર નહીં પડે.