Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયહવે એક ક્લિકથી પોલીસને મળી જશે અપરાધીની બાયોમેટ્રિક કુંડળી

હવે એક ક્લિકથી પોલીસને મળી જશે અપરાધીની બાયોમેટ્રિક કુંડળી

ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લોકસભામાં પાસ : આરોપીનો ગુુનો સાબિત કરવામાં પોલીસને મદદ મળશે : વિપક્ષોએ નિજતાના હનનનો આક્ષેપ કરી બિલનો કર્યો વિરોધ

- Advertisement -

પોલીસને બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવાની મંજૂરી આપતું બેલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. ગૃહે સોમવારે ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલને મંજૂરી આપી હતી. અગાઉ, બિલ પર બોલતા, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લાવવા પાછળ સરકારનો હેતુ કાયદો અને વ્યવસ્થા અને દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનો છે. કાયદાના મુસદ્દામાં આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બિલ પોલીસને ગુનેગારો તેમજ ગુનાના આરોપી વ્યક્તિઓનો બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવા માટે કાયદાકીય મંજૂરી આપવા માંગે છે.
ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે આ બિલ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર એક મોડેલ જેલ મેન્યુઅલ પણ તૈયાર કરી રહી છે જે રાજ્યોને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જેલ મેન્યુઅલ મોકલવાથી ઘણી બધી ચિંતાઓ દૂર થઈ જશે. તેમાં કેદીઓનું પુનર્વસન, તેમને ફરીથી મુખ્ય પ્રવાહનો ભાગ બનાવવા, જેલ સત્તાધિકારીઓની સત્તાઓને મર્યાદિત કરવી, શિસ્ત જાળવવી, સુરક્ષા જેવા વિષયો સંબંધિત વિવિધ જોગવાઈઓ છે. આ સાથે મહિલાઓ માટે અલગ જેલ અને ઓપન જેલ બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

- Advertisement -

તેમણે કહ્યું કે આ બિલ આઈડેન્ટિફિકેશન ઓફ પ્રિઝનર્સ એક્ટ, 1920નું સ્થાન લેશે. વર્તમાન પરિસ્થિતિ, વિજ્ઞાન જેવા વિવિધ અભિગમો, અદાલતોમાં અપરાધ સાબિત કરવા અને કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત કરવાને જોતાં હાલનો કાયદો અપ્રસ્તુત બની ગયો છે. તેમણે કહ્યું કે આ બિલ વર્તમાન કાયદા હેઠળ આવતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે એટલું જ નહીં.

પરંતુ પુરાવા એકત્ર કરવામાં પણ બળ આપશે. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી અદાલતોમાં ગુનાઓ સાબિત કરવાની સત્તા વધારવામાં નહીં આવે ત્યાં સુધી એક રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને દેશની આંતરિક સુરક્ષા જાળવવી અને તેને મજબૂત બનાવવી અશક્ય બની જશે. બિલની રજૂઆત સમયે સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આના પર અમિત શાહે કહ્યું કે તેમના દ્વારા માનવીય અને વ્યક્તિગત અધિકારોના દૃષ્ટિકોણથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે તેમની ચિંતાઓ માન્ય છે પરંતુ આ બિલમાં તેનો ઉલ્લેખ પહેલાથી જ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે 1980માં તત્કાલિન કાયદા પંચે પણ વર્તમાન કાયદા પર પુનર્વિચાર કરવાની ભલામણ કરી હતી. અમિત શાહે કહ્યું કે સત્તામાં આવ્યા બાદ અમે રાજ્યો સાથે આ અંગે ચર્ચા કરી હતી અને તેના પર મંતવ્યો માંગ્યા હતા. શાહે કહ્યું કે જો અમે કાયદામાં જરૂરી ફેરફાર નહીં કરીએ તો અમે કોર્ટમાં ગુનો સાબિત કરવા માટે પુરાવા આપવામાં પાછળ પડી જઈશું. આનાથી કોઈપણ પ્રકારની તપાસમાં મદદ મળશે નહીં.

- Advertisement -

આ બિલ ધરપકડ કરાયેલા કોઈપણ વ્યક્તિના અંગત જૈવિક ડેટાના સંગ્રહની મંજૂરી આપે છે. આમાં, પોલીસને ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન, ભૌતિક, જૈવિક નમૂનાઓ અને તેમના વિશ્લેષણ, હસ્તાક્ષર, અથવા અન્ય પ્રકારના ડેટા એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવશે. વિરોધ પક્ષો તેને સરકાર દ્વારા વધુ પડતી દેખરેખ અને ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. જો આ બિલ કાયદાનું સ્વરૂપ લે છે, તો તે આઇડેન્ટિફિકેશન ઓફ પ્રિઝનર્સ એક્ટ, 1920નું સ્થાન લેશે. વર્તમાન કાયદો માત્ર એવા કેદીઓ વિશે મર્યાદિત માહિતી એકત્રિત કરવાની વાત કરે છે કે જેઓ કાં તો દોષિત ઠેરવવામાં આવ્યા છે અથવા સજા ભોગવી રહ્યા છે. આમાં પણ માત્ર ફિંગરપ્રિન્ટ્સ અને પગના નિશાન જ લઈ શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular