ચીનની ધમકી વચ્ચે નેન્સી પોલેસી તાઈવાન પહોંચી વિશ્ર્વના તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે ત્યાં બીજી બાજુ લાલચોળ થયેલા ચીને ધમકી આપતા કહ્યું કે, તાઈવાનની આસપાસ ટાર્ગેટેડ મિલિટરી ઓપરેશ કરશે જેના પગલે દુનિયા સામે વધુ એક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે? આ સ્થિત વચ્ચે તાઈવાને દાવો કર્યો છે ચીનના 21 મિલિટ્રી એરક્રાફ્ટ અમારા એર ડિફેન્સમાં ઘૂસી ગયા છે. આ અંગે તાઈવાનના રક્ષામંત્રીએ જાણકારી આપી છે.
અમેરિકી બંધારણ મુજબ સ્પીકરએ ત્રીજા સૌથી મહત્વપૂર્ણ નેતા ગણાય છે. રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિ અને પછી સૌથી શક્તિશાળી વ્યક્તિ સ્પીકર છે. એ સ્પીકર તાઈવાન ગયા છે જેની સામે ચીનને વાંધો છે. અગાઉ ક્યારેય ન પડ્યો હોય એટલો લોકોને રસ જઙઅછ19 કોડ ધરાવતા વિમાનના ટ્રેકિંગમાં પડ્યો છે. લોકો ઓનલાઈન આ વિમાનનું ટ્રેકિંગ કરી રહ્યા છે. આ વિમાનમાં જ સવાર થઈને પોલેસી તાઈવાન જઈ રહ્યા હોવાનું મનાય છે.
તાઈવાનએ ચીનની મુખ્યભૂમિથી થોડે દૂર આવેલો ટાપુ છે. તાઈવાન પોતાને સ્વતંત્ર દેશ ગણાવે છે પણ ચીન તેને પોતાનો ભાગ માને છે. માટે ચીન વિરોધી કોઈ દેશના નેતા સીધા તાઈવાન આવે ત્યારે ચીનને વાંધો પડે છે.તાઈવાન પર ચીન ગમે ત્યારે આક્રમણ કરે એવો ભય સેવાઈ રહ્યો છે.