Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતહવે આયારામ, ગયારામનો સિલસિલો શરૂ

હવે આયારામ, ગયારામનો સિલસિલો શરૂ

રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતાં નેતાઓની કૂદાકૂદ : જયનારાયણ વ્યાસે ભાજપ છોડયો, તો હિમાશું વ્યાસ કોંગ્રેસ છોડવાની તૈયારીમાં : ઇન્દ્રનિલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીેમાંથી ફરીથી કોંગ્રેસમાં ટપકયો : આગામી દિવસોમાં સંખ્યાબંધ નેતાઓ પક્ષની અદલા-બદલી કરશે

- Advertisement -

ચૂંટણી જાહેર થતાં જ રાજયમાં રાજસક્રિયતા વધી ગઇ છે. રાજકીય પક્ષો જોરશોરથી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં લાગી ગયા છે ત્યારે ચૂંટણી લડવાની મહત્વાકાંક્ષા ધરાવતાં નેતાઓ ટિકીટ માટે તલપાપડ બન્યા છે. કોઇપણ ભોગે ટિકીટ મેળવી પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે દરવખતની જેમ આ વખતે પણ આયારામ, ગયારામનો સિલસિલો શરૂ થઇ ગયો છે. રાજકીય નેતાઓની ચોમાસું દેડકાંની જેમ એકપક્ષમાંથી બીજા પક્ષમાં જવાની કુદાકુદનો પ્રારંભ થઇ ગયો છે. જે અંતર્ગત ભાજપના જયનારાયણ વ્યાસ ભાજપમાંથી કૂદી ગયા છે. તો બીજી તરફ કોંગ્રેસના હિમાશું વ્યાસ કોંગ્રેસમાંથી ઠેકડો મારીને ભાજપમાં કૂદવાની તૈયારીમાં છે. આ ઉપરાંત હજુ થોડા સમય પહેલાં કોંગ્રેસમાંથી કૂદીને આમ આદમી પાર્ટીમાં ટપકેલાં ઇન્દ્રનિલ રાજયગુરૂ ફરીથી કોંગ્રેસમાં ઠેકડો મારી ગયા છે. આ સિલસિલો આગામી 10 દિવસ સુધી યથાવત રહે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે. આ 10 દિવસ દરમ્યાન રાજયના સંખ્યાબંધ નેતાઓ પક્ષની અદલા-બદલી કરશે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ભાજપમાં આજે ઉમેદવારો પસંદગી કરવાની બેઠકનો છેલ્લો દિવસ છે. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં 90 ટકા નામો પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. જેમાંથી ગઈ કાલે કોંગ્રેસના 43 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યાં છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 118 ઉમેદવારોની જાહેરાત પણ કરી છે. હવે ટીકિટ માટે રાજકીય પક્ષોમાં લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. ભાજપમાં આજે વધુ 77 બેઠકો પર મંથન થશે. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતી વર્ષોથી જોવા મળી રહી છે. આ વખતની ચૂંટણીમાં રહસ્યમય રીતે કામ કરી રહેલી કોંગ્રેસ રોજબરોજ નવા દાવ ખેલી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે પણ અશોક ગેહલોત સાથેની મુલાકાત બાદ ભાજપને રામ રામ કરી દીધા છે ત્યારે હવે જય નારાયણ વ્યાસની કોંગ્રેસમાં આવવાની અટકળો વધારે તેજ બની છે. જો કે કોંગ્રેસમાં એક વ્યાસ આવશે તે વાત મહત્વની તો છે જ પરંતુ આંચકાજનક સ્થિતી હવે એ સામે આવવાની છે કે એક વ્યાસ કોંગ્રેસ સાથે છેડો ફાડશે. કોંગ્રેસના એક સમયના ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સેક્રેટરી રહી ચૂકેલા હિમાંશુ વ્યાસ છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ ચાલી રહ્યા છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા તેમના ટીમ દ્વારા સતત હિમાંશુ વ્યાસની અવગણના થઈ રહી છે.ત્યારે હવે આ નારાજગી પક્ષ સાથે છેડો ફાડવાની સ્થિતી સુધી પહોંચી ગઈ છે.

એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી આજે રાજીનામું આપશે. રાજકોટમાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઈલ બની ગઈ છે. આ બેઠક પર ખોડલધામે લોબિંગ શરૂ કરી દીધું છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ગઈકાલે ભાજપના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. તેઓ અમદાવાદ આવતાં જ રાજકારણ ગરમાયું છે. હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકોને ટીકિટ આપવાની માંગ કરી છે.

- Advertisement -

શુક્રવારની બીજી ચૂંટણી ચહલપહલની વાત કરીએ તો ભાજપમાં અમિત શાહ ફરી 58 બેઠકો માટે ઉમેદવારોનું મંથન કરવા બેઠા હતા. આજે તેઓ ફરી બાકીની 77 બેઠકનું મંથન થશે. પછી મામલો દિલ્હી હાઇ કમાન્ડ સુધી પહોંચશે, એટલે કે ભાજપ ગુજરાતથી દિલ્હી એમ ચાલે છે. જ્યાર કોંગ્રેસ અને આપ દિલ્હીથી ગુજરાત ચાલે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular