Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયયોગીની દહાડ : યુપીમાં હવે ખુદ માફિયાઓ સંકટમાં

યોગીની દહાડ : યુપીમાં હવે ખુદ માફિયાઓ સંકટમાં

- Advertisement -

ઉત્તરપ્રદેશમાં અતિક અને તેના ભાઇની હત્યા અને તે પૂર્વે અતિકના પુત્રના એન્કાઉન્ટરમાં પ્રથમ વખત મૌન તોડતા રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકરા શબ્દોમાં કહ્યું કે હવે ઉતરપ્રદેશમાં કોઇ માફીયા કોઇને ધમકાવી શકશે નહીં અગાઉ માફીયાને માટીમાં મેળવી દેવાની ચેતવણી આપ્યા બાદ ઉતરપ્રદેશ સરકારે અતિક અને તેની ગેંગ સામે એક બાદ એક પગલા લેવાનું શરૂ કર્યુ હતું તેમાં ગત સપ્તાહમાં અતિકનો પુત્રના એન્કાઉન્ટર બાદ શનિવારે અતિક અને તેના ભાઇની થયેલી હત્યાના કારણે ઉતરપ્રદેશ સરકાર માટે ચિંતાની સ્થિતિ હોવાનું મનાતું હતું. પરંતુ યોગી આદિત્યનાથે લખનૌના એક સમારોહમાં બોલતા જણાવ્યું કે ઉતરપ્રદેશમાં હવે કાનુનનું રાજ છે અને કોઇ માફીયા કોઇને ધમકાવી શકશે નહીં. આમ તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજયમાં માફીયા યુગનો અંત આવી રહ્યો છે. લખનૌમાં હરદોઇ નજીક એક ટેકસટાઇલ પાર્કના ભૂમિપૂજનમાં યોગી આદિત્યનાથએ આ શબ્દ ઉચ્ચાર્યા હતા અને જણાવ્યું હતું કે રાજયમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે રાજય સરકાર આકરા પગલા લેવા તૈયાર છે અને તેમાં હવે અતિકના અંત સાથે માફીયા રાજનો અંત પણ નજીક હોવાનો યોગી આદિત્યનાથે સંકેત આપી દીધો છે. રાજયમાં એક તરફ અતિકની હત્યા મુદે સરકાર સામે કાનુન અને વ્યવસ્થા મુદે પ્રશ્ન ઉઠી રહ્યા છે તે સમયે યોગી આદિત્યનાથે કરેલા વિધાન મહત્વના છે. તેઓએ કહ્યું કે, રાજયમાં માફીયા પહેલા રાજય માટે સંકટ હતા હવે તેઓ ખુદ સંકટમાં છે. અમારી સરકારના શાસનમાં એક પણ વખત કફર્યુ આવ્યો નથી અને હવે કોઇએ માફીયાના નામથી ડરવાની પણ જરૂર નથી. તેમણે કહ્યું કે, ઉતરપ્રદેશમાં હવે રમખાણો પણ નહીં થાય અને કોઇપણ ગુંડો કે માફીયા કોઇ વેપારી કે ઉદ્યોગપતિ કે કોઇને પણ ધમકાવી શકશે નહીં હવે હું તમને શ્રેષ્ઠ કાનુન અને વ્યવસ્થાની સ્થિતિની ગેરેંટી આપું છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular