Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતહવે ડીજેના ઘોંઘાટ સામે હાઇકોર્ટની લાલ આંખ

હવે ડીજેના ઘોંઘાટ સામે હાઇકોર્ટની લાલ આંખ

- Advertisement -

ગુજરાત સહિત દેશમાં લડત કે અન્ય ખુશીના સમારોહ અને રાજકીય રેલીઓ તથા ધાર્મિક શોભાયાત્રા- ઝુલુસોમાં ટ્રક સહિતના વાહનોમાં હજારો વોટની સાઉન્ડ સીસ્ટમ સાથે માર્ગો પર જે રીતે ઘોંઘાટનું પ્રદર્શન થાય છે તેની સામે લાલ આંખ કરતા ગુજરાત હાઈકોર્ટે આ પ્રકારની સાઉન્ડ સીસ્ટમ સાથે ફકત ડી.જે. સામે અવાજના પ્રદુષણ નિયંત્રણ ધારા હેઠળ પગલા લેવા આદેશ આપ્યા છે. હાઈકોર્ટે ફરી એક વખત સરકારને ભીસમાં મુકી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ડી.જે. સહિતના અવાજના પ્રદુષણને ડામવા સરકાર દ્વારા શું-શું પગલા લેવાયા છે. કેટલી કાર્યવાહી થઈ છે તે અંગે એક એકશન ટેકન રિપોર્ટ રજુ કરવા ગૃહવિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્યોને આદેશ આપ્યો છે જેમાં પોલીસ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતો દ્વારા લેવાતા પગલાઓની પણ માહિતી આપવા જણાવ્યુ છે.

- Advertisement -

હાઈકોર્ટે આ માટે 3 ડિસે. 2019ના જે નોટીફીકેશન આ પ્રકારની સાઉન્ડ સીસ્ટમના ઉત્પાદકો વેચાણકર્તા સામે જે નિયમો જાહેર થયા છે તેનો સમય ખૂબજ કડક રીતે કરવા પણ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સરકારે ખુદે જે નિયમો તૈયાર કર્યા છે તેના અમલમાં શું કર્યુ તેનો પુરો રિપોર્ટ આપવા જણાવાયુ હતું.હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ કૈવન દસ્તુરએ એક જાહેર હિતની અરજી કરીને ટ્રકમાં લદાતા ડી.જે. સહિતની સાઉન્ડ સિસ્ટમ અને અવાજના પ્રદુષણ સામે સેકડો ફરિયાદ છતા પણ આ પ્રદુષણને ડામવા સરકાર કોઈ પગલા લેતી નથી. તેવું જણાવીને કોર્ટની દરમ્યાનગીરી માંગી હતી. વાહનોમાં આરટીઓની મંજુરી વગર ડી.જે. વિ. ગોઠવવામાં આવે છે જે અંગે 10000 જેટલી ફરિયાદો આવી છે પણ ચાર વર્ષમાં પોલીસે ફકત એક જ ટ્રક ડીટેઈન કર્યા છે. આ જાહેર હિતની અરજી બાદ હાઈકોર્ટે ફકત અમદાવાદ જ નહી સમગ્ર રાજય માટે આ અરજીને વ્યાપક બનાવી હતી તથા ઓથોરિટીને આ પ્રકારની સાઉન્ડ સીસ્ટમ- ઉત્પાદકો વેચાણ કરનાર અને ઉપયોગકર્તાઓ સામેના પગલાનો રિપોર્ટ રજુ કરવા આદેશ આપ્યો હતો. રાજય સરકારે બચાવનો પ્રયાસ કરતા કહ્યું કે, પોલીસ વિભાગને અવાજનું પ્રદુષણ માપવા ખાસ સાઉન્ડ મીટર અપાયા છે અને તે વિવિધ સ્થળો પર ગોઠવાયા છે પણ તેનાથી ન્યાયમૂર્તિ ચોકયા હતા અને કહ્યું કે નોટીફીકેશનમાં તે સાઉન્ડ મશીન સાઉન્ડ લીમીટ રહે તે માટે અપાયા છે અને તેઓ કહો છો કે તમો તે હવે ખરીદી રહ્યા છે. તમો જે કરી રહ્યા છો તે તમારે કરવાનું જ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular