Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત રાજયભરમાં ખનીજચોરો પર હવે, સરકારની નજર મંડરાયેલી રહેશે

જામનગર સહિત રાજયભરમાં ખનીજચોરો પર હવે, સરકારની નજર મંડરાયેલી રહેશે

VRTS સિસ્ટમનાં માધ્યમથી વાહનોનું ટ્રેકિંગ-90000 વાહનોનું રજિસ્ટ્રેશન: ખાણખનીજ વિભાગનો નિર્ણય

- Advertisement -

છેલ્લા ઘણા સમયથી ચજ્યમાં થતી બેફામ ખનિજ ચોરી પર લગામ કસવા ખાણ-ખનીજ વિભાગે મોટો નિર્ણય કર્યા છે. આ સાથે ખનિજ ચોરો પર લગામ લગાવવામાં આવશે. ખાણ-ખનીજ વિભાગે લીધેલા નિર્ણય અનુસાર નોંધાયેલા 90 હજાર વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. ખાણ- ખનીજ વિભાગે વીટીઆરએસ સિસ્ટમ વિક્સાવવાનો નિર્ણય કર્યા છે. આ સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે. નોંધણી બાદ જીપીઆરએસ થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરશે. સિસ્ટમથી પેનલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે.

ઉપરોક્ત માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું હતુ કે વિભાગે હવે ખનિજ ચાંરોને ઓળખી કાઢ્યા છે અને ટૂંક સમયમાં કડકમાં કડક પગલાં લેવાશે. તેના પ્રારંભિક પગલાં રૂપે વિભાગ વાહનોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરશે અને આ રીતે પેનલ્ટી ચોરીને અટકાવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાબરકાંઠા જીલ્લાની શાન ગણાતા ઇડરીયા ગઢને માથેથી એક વાર ખનનનું જોખમ ટળ્યાં બાદ હવે પાછલે બારણે માલિકો સક્રિય બન્યા છે. વહીવટી તંત્રની રહેમનજર તળે પથ્થરોનું કટિંગ કરી રહ્યાં છે. આ ખનન રોક્વા ગયેલા ગઢ બચાવો સમિતિના સભ્યો અને સ્થાનિકો દ્વારા ઈડર જડબેસલાક બંધ રહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular