Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરલ્યો બોલો...હવે પૈસા કમાવાની આવી રીત..?

લ્યો બોલો…હવે પૈસા કમાવાની આવી રીત..?

જામનગરમાં બોગસ કિન્નર બની પૈસા માંગતા હોવાનું અસલી કિન્નરોના ધ્યાનમાં આવતાં હંગામો

જામનગરમાં એક વ્યકિત કિન્નર બનીને પૈસા માંગતો હોવાનું અસલી કિન્નરોના ધ્યાનમાં આવતાં ભારે હંગામો મચી ગયો હતો. અસલી કિન્નરોએઆ બોગસ કિન્નરને પકડી પોલીસને સોંપી પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્ગજામ સર્કલ વિસ્તારમાં ગઇકાલે એક વ્યકિત બોગસ કિન્નર બનીને દુકાનુંમાંથી પૈસા માંગી રહ્યો હતો. આ અંગે અસલી કિન્નરોને જાણ થતાં તેઓ ત્યાં પોંચી જતાં બોગસ કિન્નર તેમની સમુદાયના ન હોવાનું બહાર આવતાં ભારે હંગામો મચી ગયો હતો. ત્યારબાદ આ કિન્નરો બોગસ કિન્નરને પકડી પવનચકકી વિસ્તારમાં આવેલાં તેમના રહેઠાંણ ખાતે લઇ ગયા હતાં. જયાં કિન્નરોએ તે નકલી કિન્નરનું સર્ઘસ કાઢી પોલીસને જાણ કરી હતી. સીટી-એ ડિવિઝનની પોલીસને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તેની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા કૈલાશ નામના શખ્સની અટકાયત કરી છે અને કિન્નરો દ્વારા તેમના સમુદાયનું આ શખ્સ બદનામ કરતો હોવાની પોલીસમાં અરજી કરી આ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. શહેરમાં ડુબલીકેટ કિન્નરને અસલી કિન્નરના ભેટાથી સારી એવી ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular