આ વર્ષે યાત્રીઓને 500 મેલ એકસપ્રેસ વધુ સ્પીડથી દોડનારી ટ્રેન મળશે. રેલવેએ આ ટ્રેનોની સ્પીડ 10 મીનીટથી લઈને 70 મીનીટ સુધી વધારી છે. આ ફેરફાર રેલવેએ આ મિૅહને 1 ઓકટોબરથી લાગુ કરેલ નવા ટાઈમટેબલમાં કર્યો છે. નવા ટાઈમ ટેબલ માટે 130 ટ્રેનો અર્થાત 65 જોડી ટ્રેનોની સ્પીડ વધારીને તેને સુપર ફાસ્ટ કેટેગરીમાં સામેલ કરી છે. રેલવે હાલના સમયે લગભગ 3240 મેલ અને એકસપ્રેસ ટ્રેનો ચલાવી રહી છે. તેમાં વંદેભારત, ગતિમાન એકસપ્રેસ, શતાબ્દી, રાજધાની એકસપ્રેસ, રાજધાની એકસપ્રેસ, શતાબ્દી, હમસફર, તેજસ, દુરંન્તો, અંત્યોદય, ઉદય એકસપ્રેસ, જન શતાબ્દી અને અન્ય પ્રકારની ટ્રેનો સામેલ છે.