Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયહવે પાસપોર્ટ બનાવવો વધુ સરળ

હવે પાસપોર્ટ બનાવવો વધુ સરળ

- Advertisement -

વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનો આગાઝ કરી દીધો છે. આ સુવિધાના શરૂ થવાથી પાસપોર્ટ બનાવનારાને અરજી વખતે ઓરિજનલ ડોક્યૂમેન્ટ્સ દેખાડવાની જરૂર નહી રહે. ડિઝી લોકર પ્રોગ્રામ દ્વારા સમગ્ર પ્રક્રિયાને સરળ કરી દેવામાં આવી છે. વિદેશી મંત્રાલયના પાસપાર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનું ઉદ્ધાટન કરતા વિદેશી રાજ્યમંત્રી મુરલીધરને કહ્યું કે, આનાથી નાગરિકોને ઘણી મદદ મળશે. સાથે જ કહ્યું કે હવે નાગરિકોને પાસપોર્ટ માટે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાની જરૂર નથી. તેમણે કહ્યું કે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ દેશમાં પાસપોર્ટ સેવાઓના વિસ્તારની દિશામાં મોટુ પરિવર્તન લાવ્યુ છે. ગત 6 વર્ષમાં તેમાં ઘણુ મોટુ પરિવર્તન જોવા મળ્યું છે. દર મહિને પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. 2017માં પહેલીવાર એક મહિનામાં અરજી કરનારાઓની સંખ્યાએ એક મિલિયનનો આંકડો પાર કર્યો.

- Advertisement -

પાસપોર્ટ સેવા પ્રોજેક્ટના માધ્યમથી સાત કરોડથી વધુ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું કે, અમે નાગરિકો માટે સર્વિસના અનુભવને સારો બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. પાસપોર્ટ નિયમોને સરળ બનાવવાનું જ નહિ પરંતુ નાગરિકોને ઘર નજીક પણ પાસપોર્ટ સર્વિસ આપવાની દિસામાં કામ કર્યું છે. મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરુ કરવાની દિશામાં એક પગલું ભર્યું હતું. 426 પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ થઇ ચુક્યા છે અને બીજા પાઈપલાઈનમાં છે.તેમણે કહ્યું કે 36 પાસપોર્ટ કાર્યાલયો અને 93 વર્તમાન પાસપોર્ટ કેન્દ્રોમાં જોડવામાં આવતા દેશમાં કુલ 555 પાસપોર્ટ કાર્યાલય જનતા માટે છે. અમે નાગરિકોની સુરક્ષા વધારવા માટે ઇ-પાસપોર્ટ બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યાં છીએ, જેથી પાસપોર્ટ પર રજીસ્ટર આંકડાઓ સાથે ચેડા કરવા મુશ્કેલી થઇ જાય છે અને જેથી છેતરપિંડીની સંભાવના ઓછી થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular