જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્ક બહાર લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા જુના સિમેન્ટના બાકડા દૂર કરીને જામ્યુકોના તંત્ર દ્વારા અહીં નવી ડિઝાઇનના નવા બાકડાઓ આ વિસ્તારને હેરિટેઝ લૂક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગઇકાલે અહીંથી સિમેન્ટના બાકડા દૂર કરવામાં આવતાં અનેક શંકા-કુશંકાઓ ઉદ્ભવી હતી. પરંતુ આજે આ સ્થળે નવા બાકડાઓ મૂકવામાં આવતાં ગઇકાલે ઉદ્ભવેલી શંકા-કુશંકાઓ દૂર થઇ છે. આ વોર્ડ ના કોર્પોરેટર અને શહેરના મેયર બીનાબેન કોઠારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બાકડાઓને લઇને ગઇકાલે અખબારોમાં કેટલીક મિસ અન્ડર સ્ટેન્ડીંગ ઉભી થઇ હતી. વાસ્તવમાં જામ્યુકોના તંત્ર દ્વારા આ સ્થાનને હેરિટેઝ લૂક આપવાના પ્રયાસના ભાગરૂપે જુના બાકડાઓ દૂર કરીને તેના સ્થાને નવા લાકડાના બાકડાઓ મૂકવામાં આવી રહ્યાં છે. જે જુના બાકડાઓ કરતા વધુ આરામદાયક છે. અહીંથી કાઢવામાં આવેલા જુના સિમેન્ટના બાકડાઓ અન્ય જગ્યાએ જ્યાં આવશ્યકતા હશે ત્યાં મૂકવામાં આવશે. આ નવા બાકડાઓના ખર્ચ અંગેની તેમજ કેટલી સંખ્યામાં અહીં આ પ્રકારના બાકડાઓ મૂકવામાં આવનાર છે. તેના પર તેઓ પ્રકાશ પાડી શકયા ન હતાં. નવા બાકડાઓની ડિઝાઇન જોતાં તેની સલામતિ અંગેના પ્રશ્ર્નો ઉભા થવાની સંભાવના જોવા મળી રહી છે.