Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીયપેટ્રોલિયમ તથા નાણાંમંત્રી પછી હવે, રિઝર્વ બેંક પણ કહે છે: ઇંધણોના ભાવો...

પેટ્રોલિયમ તથા નાણાંમંત્રી પછી હવે, રિઝર્વ બેંક પણ કહે છે: ઇંધણોના ભાવો ઘટાડવા જરૂરી છે

- Advertisement -

પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરવા માટે હવે સરકારના અંદરના લોકો પણ અવાજ ઉઠાવવા લાગ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પણ ટેક્સ ઘટાડીને અર્થતંત્ર પરનું દબાણ ઘટાડવા મત વ્યકત કર્યો છે.

- Advertisement -

RBI મોનિટરી પોલીસીની મિટિંગમાં શક્તિકાંત દાસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તે ઈન્ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો કરે જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકાય. તેમણે કહ્યું કે ટેક્સની ‘calibrated unwinding’ કરવી જરૂરી છે. જેથી ઈકોનોમી ઉપરથી કિંમતનુ દબાણ હટાવી શકાય, એટલે કે ધીમેધીમે ટેક્સ ઘટાડવો પડશે.

શક્તિકાંત દાસે કહ્યું કે, ડિસેમ્બરમાં CPI એટલે કે રિટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઈંધણને હટાવ્યા બાદ પણ 5.5 ટકા ઉપર રહી છે. કેમ કે કાચા તેલની વધતી કિંમત અને પેટ્રોલ-ડીઝલ ઉંચા ઈન્ડાયરેક્ટ ટેક્સના કારણે મુખ્ય સામાન અને સેવાઓમાં મોંઘવારી વધી ગઈ છે. જેમાં ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્ય સેવાઓ ખાસ કરીને સામેલ છે.

- Advertisement -

જો આજની કિંમતની સરખામણી એક વર્ષ પહેલાની કિમત સાથે કરીએ તો 23 ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 72.01 રૂપિયા પ્રતિ લીટર હતી એટલે કે એક વર્ષમાં પેટ્રોલની કિમત 18.92 રૂપિયા પ્રતિ લીટર વધી. ડીઝલ પણ 23 ફેબ્રુઆરી 2020 ના રોજ 67.70 રૂપિયા પ્રતિ લીટર પર હતું એટલે કે એક વર્ષમાં ડીઝલ પણ 16.62 રૂપિયા મોંઘુ થયું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular